જામનગર : ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

New Update
જામનગર : ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તાર ના હિન્દ મસાલા નામની દુકાન માં આજે આરોગ્ય ની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગર જુદા જુદા મસાલાનાં વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ, દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું

જુદા જુદા વેપારીઓને ત્યાંથી મરચાં ના પાઉડર ધાણાજીરું ના સેમ્પલ પણ લેવા અંગેની કાર્યવાહી હાથ ધરાઇ

જામનગર શહેરમાં સિઝન ના મસાલા ભરવા માટે થઈ ને ખરીદી ગ્રાહકો દ્વારા શરૂ થઈ છે ત્યારે શહેર ના ગ્રેઇન માર્કેટ વિસ્તાર માંથી અનેક લોકો હળદર મરચાનો હવેજ ધાણાજીરું સહિતના મસાલાઓની ખરીદી કરતાં હોય છે ત્યારે લોકોના આરોગ્ય ને હાનિકારક મસાલાનું વેચાણ ન થાય તેવા હેતુસર જામનગર મહાનગર પાલિકા આરોગ્ય ની ટિમ ચેકિંગ કરતી હોય છે.

જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારના હિન્દ મસાલા નામની દુકાનમાં આજે આરોગ્યની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન હળદરના પાઉડરનું સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીએમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત આજે જામનગર જુદા જુદા મસાલાનાં વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ, દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અને જુદા જુદા વેપારીઓને ત્યાંથી મરચાંના પાઉડર ધાણાજીરુંના સેમ્પલ પણ લેવા અંગેની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ફૂડ અધિકારી એ જણાવ્યુ હતું વધુમાં એમ પણ જણાવ્યુ હતું વધુ મસાલાની સિઝન દરમિયાન લોકોને શુધ્ધ અને સારા મસાલા મળી રાહે તે જરૂરી છે. હળદર ના પુદરમાં તેમજ મરચાના પાઉડરમાં ધાણાજીરુંમાં ભેળસેળ થતી હોય તેવી લોકોની ફરિયાદો ઉઠી છે. ત્યારે આવા મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.

Read the Next Article

AAIB એ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો, જાણો શું આવ્યું કારણ ?

રિપોર્ટમાં ફ્લાઇટના બ્લેક બોક્સમાંથી ડેટાનું વિશ્લેષણ સામેલ છે, જે દિલ્હીમાં AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તપાસમાં ભારતીય વાયુસેના, HAL, NTSB, બોઇંગ અને GE ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

New Update
report

AAIB એ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે.

રિપોર્ટમાં ફ્લાઇટના બ્લેક બોક્સમાંથી ડેટાનું વિશ્લેષણ સામેલ છે, જે દિલ્હીમાં AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તપાસમાં ભારતીય વાયુસેના, HAL, NTSB, બોઇંગ અને GE ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) એ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત એજન્સીઓને સુપરત કર્યો છે. આ અહેવાલ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના ક્રેશ સંબંધિત પ્રારંભિક તારણો પર આધારિત છે.

મંત્રાલયનું કહેવું છે કે ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) ને વિમાનના આગળના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. 25 જૂન, 2025 ના રોજ, તેના મેમરી મોડ્યુલને ઍક્સેસ કરવામાં આવ્યું હતું અને દિલ્હીમાં AAIB લેબમાં ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવા માટે ‘ગોલ્ડન ચેસિસ’ નામના સમાન બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અકસ્માત પછી, પહેલું બ્લેક બોક્સ 13 જૂને એક ઇમારતની છત પરથી અને બીજું 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યું હતું. AAIB ના DG તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલમાં ફ્લાઇટની અંતિમ ક્ષણોની ટાઈમલાઈન, કોકપીટમાં થયેલ વાતચીત, પાઇલટ્સ દ્વારા કરવામાં આવેલા નિયંત્રણ ઇનપુટ્સ, એરક્રાફ્ટ સિસ્ટમ ડેટા, હવામાન પરિસ્થિતિઓ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીતની વિગતોનો સમાવેશ થાય છે.

NTSB ટીમ હાલમાં દિલ્હીમાં હાજર છે. તે AAIB લેબમાં ભારતીય અધિકારીઓ સાથે મળીને ટેકનિકલ તપાસમાં રોકાયેલું છે. આ ઉપરાંત, બોઇંગ અને GE (જનરલ ઇલેક્ટ્રિક) ના અધિકારીઓ પણ ટેકનિકલ સહાય માટે દિલ્હીમાં હાજર છે. ખાસ વાત એ છે કે આ તપાસ ટીમમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો અને એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ, ગંભીર વિમાન અકસ્માતોના બ્લેક બોક્સને ડીકોડ કરવાનું કામ ભારતની બહાર કરવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, 1996 ના ચરખી દાદરી અકસ્માતમાં, બ્લેક બોક્સને મોસ્કો અને યુકેમાં ફાર્નબરોમાં ડીકોડ કરવામાં આવ્યું હતું.

2010ના મેંગલોર અકસ્માતમાં, રેકોર્ડરને અમેરિકાના NTSB દ્વારા રિપેર અને ડીકોડ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, 2015ના દિલ્હી અકસ્માતમાં, કેનેડાની મદદ લેવામાં આવી હતી અને 2020ના કોઝિકોડ અકસ્માતમાં, અમેરિકાની મદદ લેવામાં આવી હતી.

Ahmdabad | ahmedabadplanecrash | government