New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/vlcsnap-9998-08-15-08h29m13s963.png)
મતદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સોમવારે મતગણતરી હાથ ધરાશે
જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિરની ચૂંટણી માટે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢનાં સ્વામી મંદિરની શ્રી રાધારમણદેવ વહિવટી સમિતીની ચૂંટણી આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.
આ ચુંટણીમાં બે કલાકમાં સરેરાશ ૨૧ ટકા મતદાન નોંધાયું છે. મંદિરે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચતા વ્યવસ્થા ખોરવાઈ છે. જેને લઈને મતદારો અને પોલીસ વચ્ચે ધક્કામુકીના દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. સમિતીની કુલ બેઠકો ૭ છે. જેમાં ગૃહસ્થ વિભાગની ૪ બેઠકો માટે ૧૪, સંત વિભાગની બે બેઠકો માટે પાંચ અને પાર્ષદ વિભાગની ૧ બેઠક માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. આજે મતદાન બાદ તા. ૧૩ નાં રોજ એટલેકે આવતીકાલે સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.