જૂનાગઢ : “તડપતી જિંદગી”, અનૈતિક સંબંધના આક્ષેપથી પિતરાઇ ભાઈ-બહેનનો આપઘાત..!

1

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પિતરાઇ ભાઈ બહેન દવા પીધેલી હાલતમાં રસ્તા ઉપર જ તડફડિયા મારતા નજરે પડ્યા હતા. યુવક અને યુવતીએ યુવકના સાળાના આક્ષેપ અને ધમકીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તમે ક્યારે મોતને નજીકથી જોઈ છે..? જુઓ આ દ્રશ્યો… મોત પહેલા તડપતા ભાઈ અને બહેન… જુનાગઢ જિલ્લાના કેશોદની આ ઘટનાના દ્રશ્યો થરથર કંપાવી દે તેવા છે. પિતરાઇ બહેન સાથે અનૈતિક સંબંધના આક્ષેપ કરી ડરાવતા સાળાના ત્રાસથી યુવકે એક ઝટકામાં ઝેર ગટગટાવી લીધું હતું. માત્ર યુવકે જ નહીં પણ પોતાની પિતરાઇ બહેને પણ દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું, જ્યારે યુવકની હાલત ગંભીર જણાઈ આવી હતી.

કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ પાસે એક 23 વર્ષીય યુવક અને યુવતી દવા પીધેલી હાલતમાં નજરે પડ્યા હતા. જીવનની છેલ્લી ઘડીઓ ગણતાં બન્ને કૌટુંબિક ભાઈ-બહેન છે. દવા પીધા બાદ તરફડિયાં મારતો યુવક શું કહે છે જરા સાંભળો…

યુવકની મૃત્યુની ક્ષણો ગણાઈ રહી છે અને ચહેરા પર ડર સાથે તે કહી રહ્યો છે… તે મને બીવડાવે છે અને મને તથા મારી પિતરાઇ બહેન વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું કહી બદનામ કરે છે. અને મારી સગાઇ તોડાવી નાંખવાની ધમકી આપે છે.

ઘટના સ્થળે બન્નેની હાલત ગંભીર જણાતા કોઈએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને બન્નેને દવા પીધેલી હાલતમાં કેશોદની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત વધુ ગંભીર જણાતા ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. જ્યારે યુવાનની હાલત હજુ પણ ગંભીર છે. ઝેરી દવા પીધા પહેલા યુવાને ચાલુ બાઇક પર એક વીડિયો બનાવ્યો હતો. અહીં એ પણ સાંભળો આ યુવક શું કહી રહ્યો છે…

વિડિયોમાં યુવક કહી રહ્યો છે કે, મેં કોઇનું કાંઇ બગાડ્યું નથી. જે માણસમાં લાગણી વધારે હોય એ જીવી ન શકે. થોડા દિવસ પહેલા જ વિડિયોમાં આ યુવકે આત્મહત્યાના સંકેત આપ્યા હોય તેમ સાફ જણાઈ આવે છે. જોકે એક આક્ષેપ અને બીક એ બે આશાસ્પદ જીવનના ભોગ લઈ લેશે તેમ કદાચ આ બન્ને યુવક-યુવતીના પરિવારે ક્યારેય નહીં વિચાર્યું હોય.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here