• ગુજરાત
 • લાઇફસ્ટાઇલ
વધુ

  ડો. હેમંત માથુરે સફળતાપૂર્વક ૧૯ માસમાં કરી ૫૯૯ ઘૂંટણ અને થાપાની સર્જરી

  Must Read

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો...

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

  હીપ અને ની સર્જરીમાં પ્રવીણતા ધરાવતા અને ખ્યાતનામ ડો. હેમંત માથુર મે-૨૦૧૮ થી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ઘૂંટણ અને થાપાની ૫૯૯ સર્જરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ડો. હેમંત માથુર માનવીય અભિગમ દાખવી કોઈ જરૂરિયાતમંદ પાસે મા-કાર્ડ કે આયુષમાન ભારત યોજનાનું કાર્ડ ન હોય તો પોતે અંગત રસ દાખવીને અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વર સાથે સંકલન કરીને રોગી કલ્યાણ સમિતિના ભંડોળમાંથી નિ:શુલ્ક સારવાર કરાવવા વ્યવસ્થા કરાવી આપે છે. આજે કેટલાય ગરીબ દર્દીઓ તેમનો આભાર માનતા થાકતા નથી.

  સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ડમેન્ટના વડા અને પ્રોફેસર ડો. હેમંત માથુરના એસ.એસ.જી. હોસ્પિટલમાં સહયોગી તરીકે કામ કરતા ડો. જય પટેલ કહે છે કે, હેમંત માથુર સર, ખાસ કરીને હીપ અને ની સર્જરીમાં તેમની નિપુણતા અને ખ્યાતિ એટલી છે કે, અમેરિકા, સ્વીડન સહિતના દેશોમાંથી અને દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી દર્દીઓ આવે છે. તેમજ તેઓની પાસે સર્જરી કરતા રિવિજન સર્જરી માટે મોટી સંખ્યમાં દર્દીઓ આવે છે. રિવિજન સર્જરી એટલે એકવાર સર્જરી કરવા છતાં તેમાં ઉણપ રહી ગયેલી હોય તેવી સર્જરી, તેને તેઓ ઠીક કરી આપે છે. તેઓની પ્રવીણતા એવી કે, માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં સર્જરી કરી ઓપરેશન થિયેટરની બહાર આવી જાય !  

  આગળ વાત કરતા ડો. જય પટેલ કહે છે કે, આ વર્ષે ૫૯૯ જેટલી હીપ અને ની સર્જરી કરી છે. ઉપરાંત હાડકા સંબંધિત કેટલીય સર્જરી-ઓપરેશન સફળતાપૂર્વક કર્યાં છે. અને ગણતરીના દિવસોમાં જ દર્દીઓ ચાલતા થઈ જાય છે. આપણું અને વડોદરા શહેરનું સદભાગ્ય છે કે, હેમંત માથુર જેવા ડોક્ટર આપણને સાપડ્યા છે.

  ડો. હિમાંશુ માથુર ઘૂંટણના દુખાવા અંગે વાત કરતા કહે છે કે, ભારતીય જીવનશૈલી એવી છે કે, ઉભા પગે રહેવાનુ અને પલાઠી વાળીની બેસવાનું વધુ રહેતુ હોય છે. જેથી પશ્વિમના દેશોની સરખામણીમાં ઘૂંટણનો ઘસારો વધુ થતો હોય છે. અને આજે તો મોટી ઉંમરના લોકોમાં ઘૂંટણની દુખાવો સામાન્ય થઈ ગયો છે.

  રાજ્ય સરકાર આ સર્જરી માટે ૪૦ હજારની સહાય આપતી હતી પરંતુ ઘૂંટણ અને થાપાનું ઓપરેશન બહુ ખર્ચાળ હોવાથી સરકારે હવે મા અમૃત્તમ યોજના અને આયુસમાન ભારત યોજના એક સાથે જોડી દીધી છે. જેથી હવે હીપ અને ની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપાવમાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર ઇમ્પલાંટ માટે જુદી ગ્રાંટ આપે છે અને ફ્રેક્ચર માટે પ્લેટ, રોડ જેવી સાધન સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

  સામાન્ય રીતે ઘૂંટણ અને થાપની ખર્ચાળ સર્જરીમાં ૧.૫૦ થી ૨ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. જે ગરીબ મધ્યમ વર્ગને પરવડે નહિં. ત્યારે માં અમૃત્તમ અને આયુષમાન ભારત યોજનાના માધ્યમથી વિનામુલ્યે સારવાર મળી રહે છે. જે ખરેખર  સામાન્ય લોકો માટે આશીર્વાદ સમી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  Latest News

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન...
  video

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને...

  દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે “ખરી આઝાદી”

  આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..!...
  video

  ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક

  ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે  અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -