/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Untitled-1-e1564676422612.jpg)
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામમાં ખુલ્લા ખેતરોમાં ફરતા બિમાર દિપડાને વનવિભાગે જાળ નાખી પકડી સેન્ટ્રલ નર્સરીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લીમખેડાના ફુલપરી ગામના ખેતરોમાં આંટાફેરા મારતો બિમાર દિપડોને પુરતો ખોરાક ના મળતા તે દિપડો બિમાર થયો હતો અને દાહોદ જીલ્લાના વનવિભાગને જાણ કરાતા વનવિભાગના અધાકારીઓની ટીમ દ્વારા દિપડાને રેસ્ક્યુ કરીને લીમખેડાના સેન્ટ્રલ નર્સરીમાં લવાયો હતો.
દિપડો બીમાર હોવાનું જણાતા તેને પશુચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી. લીમખેડા તાલુકાના સરજુમી વનવિભાગની રેન્જના ફુલપરી ગામમાં બુધવારે સવારે સાડા આઠ વાગ્યાના સમયે જંગલમાંથી અંદાજીત ત્રણેક વર્ષની વયનો દિપડો ખોરાકની શોધમાં આવી ચડયો હતો. દિપડો ગામના પાણીના કોતર પાસે આંટાફેરા મારતો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
દાહોદ જીલ્લા વનવિભાગ દેવગઢ બારીયાના DFO જનકસિંહ ઝાલાને ઘટનાની જાણ થતા તેઓ તેમની ટીમ દ્વારા તાત્કાલીક ફુલપરી ગામે દોડી આવયા હતા. વનવિભાગના કર્મચારીઓએ જીવ સટોસટની બાજી ખેલી દિપડાને જાળ બીછાવી ખાટલા સાથે બાંધી રેસ્ક્યુ કરી લીમખેડા સેન્ટ્રલ નર્સરીમાં લવાયો હતો. દિપડો બીમાર હોવાનું જણાઈ આવતા પશુચિકિત્સકો દ્વારા દિપડાને તાત્કાલીક સારવાર આપી તેને ૨૪ કલાક માટે પાંજરામાં પુરી ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યો હતો.