New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Final-Logo-xxx.jpg)
દેશના સૌથી જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીનું રવિવારના રોજ નિધન થયું છે. દેશમાં વકીલાતના વ્યવસાયને અલગ દિશા આપનારા રામ જેઠમલાણીની વય 96 વર્ષની હતી. તેઓ રાજકારણમાં પણ સક્રિય હતી. રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923 ના રોજ પાકિસ્તાનના શિકારપુરમાં થયો હતો.
તેમણે 13 વર્ષની નાની ઉંમરે મેટ્રિક પાસ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે કાયદાની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી જ્યારે તેણે પોતાનો પહેલો કેસ લડ્યો હતો. તેમની કારકિર્દીમાં તેઓ અનેક નામી હસ્તીઓના કેસ લડી ચુકયાં છે. તેમની ગણના દેશના સૌથી મોંઘા વકીલોમાં થતી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓએ રામ જેઠમલાણીને શ્રધ્ધાસુમન પાઠવ્યાં હતાં.
Latest Stories