દ્વારકા: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી વિવાદમાં

New Update
દ્વારકા: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી વિવાદમાં

ઇન્સ્ટાગ્રામ આઈડી પર દ્વારકાધીશ જગત મંદિરની અંદરનો ફોટો કર્યો વાયરલ

Advertisment

તાજેતરમાં જ બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચી હતી. જ્યાં કંગના રનૌતે ભગવાનના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું.

દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દર્શન કરવા આવી હતી. કંગના રનૌતે ભગવાનના દર્શન કરી હિન્દુ શાસ્ત્રોક વિધિ અનુસાર પાદુકાનું પૂજન પણ કર્યું હતું. જ્યાં કંગના રનૌતે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની અંદર પૂજાવિધિ કરતો પોતાનો ફોટો ડેઇલી નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરતાં વિવાદ વકર્યો છે.

દ્વારકાનું દ્વારકાધીશ જગત મંદિર આરકોલોજી સર્વે ઓફ ઇન્ડિયામાં આવતું હોવાથી મંદિરની અંદર ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરવા માટે મંજૂરી લેવી પડતી હોય છે. અગાઉ અનેક વખત મંદિર પરિસર તેમજ મંદિરની અંદરના ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતા, જેના કારણે મંદિરમાં ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કોઈએ પણ કરવી નહીં તેનું મંદિરના સંચાલકો દ્વાર ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશ જગત મંદિર અંદરનો પૂજાવિધિ કરતો પોતાનો ફોટો ડેઇલી નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કરી વાયરલ કરતાં ભારે વિવાદ સર્જાયો છે.

(આ સમાચારની તમામ વિગતો કંગના રનૌતના ઓફિસીઅલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, તેમજ દ્વારકાધીશ જગત મંદિર પાસેથી મેળવેલ છે.)

Advertisment