પાકિસ્તાન સામે ભારતના વિજયથી, ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ

New Update
પાકિસ્તાન સામે ભારતના વિજયથી, ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ

વર્લ્ડ કપ 2019ની માન્ચેસ્ટર મેદાનમાં રમાયેલ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતે સાતમી વખત પાકિસ્તાનને કારમો પરાજય આપી ફરી એક વાર પરચમ લહેરાવ્યો છે જેની ખુશી માં સમગ્ર દેશ સહિત ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ માં મોડી રાત સુધી લોકો દ્વારા જીત નો જશ્ન મનાવાયો હતો

પ્રથમ દાવમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને પાકિસ્તાનને 337 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે, 35 ઓવર બાદ વરસાદનું વિઘ્ન નડતા 40 ઓવરની મેચ થઇ હતી જેમાં પાકિસ્તાનને 302 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ પુરો નહીં થતાં ફરી એકવાર પાકિસ્તાન હારી ગયું હતું

ભારતે સતત સાતમી વખત પાકને વિશ્વ કપમાં પરાજય આપતા દેશમાં દિવાળી જોવા માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગુજરાતના ક્રિકેટ પ્રેમઓ આ જીતથી ખુશ થઇને રસ્તાઓ પર આવી ગયા હતા અને ફટાકટા ફોડીને જીતનો જશ્ન મનાવ્યો હતો.