Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ 

પ્રાંતિજ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ 
X

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નગરપાલિકામા ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં પાર્ટી ના વ્હીપ મુજબ સર્વાણુંમત્તે કારોબારી તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકા ના વિશાળ સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના વી.એન.રાવલ , ભાજપ શહેર વિજયભાઇ પટેલ તથા નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ તથા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વ્હીપ મુજબ કારોબારી તેમજ નગર પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન પદે કોકીલાબેન વિજયભાઇ પટેલને રીપીટ કરવામાં આવ્યા હતા.

જાહેરબાંધકામ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઇ કાળીદાસ પરમાર ,નગરઆયોજનસમિતિ ના ચેરમેન ગીતાબેન બિપીનભાઇ ભાઇ સોની પટેલ ,પાણી પુરવઠા સમિતિના ચેરમેન પદે ધવલભાઇ ભાસ્કરભાઇ રાવલ ,આરોગ્ય સમિતિના ચેરમેન પદે મહેબુબ ભાઇ બલોચ , દિવાબતી સમિતિના ચેરમેન પદે ગોવિદસિંહ કેસરીસિંહ પરમાર ,ગટર યોજના સમિતિ ચેરમેન પદે દિપકભાઇ હસમુખ ભાઇ કડીયા , ટાઉનહોલ સમિતિ રાજેશ કુમાર રતિલાલ ટેકવાણી , એસ્ટાબ્લીશમેન્ટ સમિતિ ના ચેરમેન પદે ગીતાબેન સંજય ભાઇ પટેલ (પ્રમુખ) ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન પદે સીતાબેન ધુળાજી વણઝારા, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના સમિતિના ચેરમેન પદે રીટાબેન દિલીપભાઇ રાઠોડ, સ્વચ્છ ભારત અભિયાન સમિતિ ચેરમેન પદે દક્ષાબેન જીતેન્દ્રસિંહ મકવાણા ,વસુલાત સમિતિના ચેરમેન પદે શિલ્પાબેન મહેશસિંહ મકવાણા ,સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન પદે અરવિંદભાઇ કાલીદાસ પરમાર ,શિક્ષણ સમિતિ ના ચેરમેન પદે દિલીપભાઇ પશાભાઇ રાવળ , ફાયર એમ્બ્યુલન્સ સ્મશાન સમિતિના ચેરમેન જગદીશભાઇ લછુમલ કિંમતાણી ,બગીચા સમિતિ ના ચેરમેન પદે મોજી બેન લાલુભાઈ દેસાઈ ,પ્રધાન મંત્રી આવાસ યોજાયો સમિતિ ચેરમેન પદે જશોદાબેન નટવરસિંહ રાઠોડ ની સર્વાનુમતે પાર્ટી ના વ્હીપ મુજબ કરવામાં આવી હતી તો તમામ સભ્યોએ વધાવી લીધી હતી જયારે કારોબારી તેમજ અન્ય સમિતિ ઓની રચના થતાં હવે નગર ના વિકાસ માટે દરેક ચેરમેનોને પોત પોતાના વિભાગોની જવાબદારી અદા કરવાઅપીલ કરવામાં આવી હતી તો વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ તથા નિખિલભાઇ પટેલ ,રાણાભાઇ સહિત વિપક્ષ ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story