New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-263.jpg)
ભરૂચના મનુબર રોડ પર આવેલ આશિયાના બંગલોઝ નામની સોસાયટી પાસે ખુલ્લા વાયરો અને ટ્રાન્સફાર્મર ને લઇ ને સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવા પછી પણ DGVCL દ્વારા કોઈ તકેદારીના પગલાં ન લેવાતા ત્યાં રમતા બાળકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા સમય થી આ બાબતની રજુઆત કરવામાં આવે છે. પરંતુ DGVCL દ્વારા કોઈ ધ્યાન નથી અપાઈ રહ્યું. એવામાં એ સવાલ ઉભા થઇ રહ્યા છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર કોણ?