Connect Gujarat
Featured

ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે
X

ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી ગઇ હતી. આખરે માનવતાના ધોરણે કામગીરી ચાલુ રાખવાનું સ્વયંસેવકોએ નકકી કરતાં ભરૂચના માથેથી મોટી ઘાત ટળી ગઇ છે

ભરૂચમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તરફ ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી છેલ્લા બે મહિના ઉપરાંતથી કરી રહી છે. જિલ્લામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી હોવાથી આ ટીમની કામગીરી વધી છે. ધર્મેશ સોલંકીએ વહીવટીતંત્ર પાસે વેતન વધારવા તથા સ્મશાન ખાતે સુવિધાઓ વધારવાની માંગણી કરી હતી પરંતુ માંગણીઓ સંદર્ભમાં કોઇ ધ્યાન નહિ અપાતાં તેમણે શુક્રવારથી કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આવો સાંભળીએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ ગુરૂવારે રાત્રિના સમયે શું કહયું હતું..

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,800ને પાર કરી ચુકી છે અને રોજના સરેરાશ 2 લોકોના મૃત્યું થઇ રહયાં છે. આ તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ખાસ સ્મશાન ખાતે લાવવામાં આવે છે. જો મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી બંધ થઇ જાય તો શહેરમાં મૃતદેહોના ખડકલા લાગી જાય તેવી સંભાવના ઉભી થઇ હતી. કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે અન્ય સ્મશાનગૃહ સંચાલકો તૈયાર નથી તેવામાં ધર્મેશ સોલંકીએ માનવતાના ધોરણે અંતિમ સંસ્કારની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમના નિર્ણય બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ ધર્મેશ સોલંકીએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Next Story