ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
BY Connect Gujarat1 Dec 2016 12:16 PM GMT

X
Connect Gujarat1 Dec 2016 12:16 PM GMT
વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગ રૂપે ભરૂચ શહેરની રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વિશ્વભરમાં 1લી ડિસેમ્બરના દિવસે જીવલેણ રોગ એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા અર્થે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભગરૂપે ભરૂચ ની રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પણ એઇડ્સ દિવસની વિશેષ સમજૂતી આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબો એ જીવલેણ એઇડ્સ અંગેની વિસ્તૃત સમજૂતી આપી હતી. અને દર ૧૦૦૦ દર્દી એ ૧ HIV પોઝિટિવ દર્દી હોવાનું જણાવી માર્ગદર્શન અને સમજૂતીને કારણે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો હોવાનું જણાવાયુ હતુ.
Next Story