New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-165.jpg)
ગુજરાતમા લોકસભાની ચૂંટણી માટેના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી
ભાજપ - કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા
કોંગ્રેસ તરફથી આજે ગુજરાતમા નવજોત સિંહ સિધ્ધુ મેદાને
ભાજપ તરફથી આજ રોજ સ્મૃતિ ઈરાની મેદાને
સ્મૃતિ ઈરાનીએ સોમનાથ દાદાના મંદિરે શિશ ઝુકાવ્યુ
વેરાવળ ખાતે જંગી સભાને સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
ગુજરાતમા લોકસભાની ચૂંટણી માટેના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે ભાજપ હોઈ કે કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામા આવ્યા છે. કોંગ્રેસ તરફથી આજે ગુજરાતમા નવજોત સિંહ સિધ્ધુ મેદાને છે.
જ્યારે ભાજપ તરફથી આજ રોજ સ્મૃતિ ઈરાની મેદાને છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ આજે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના મંદિરે શિશ ઝુકાવ્યુ હતુ. તો સાથેજ મંદિરમા સોમનાખ દાદાની તત્કાલ મહાપુજા પણ કરી હતી. તો ત્યાંથી તેઓએ વેરાવળ ખાતે જંગી સભાને પણ સંબોધી હતી. આ તકે પોતાના સંબોધનમા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા