/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/4-2.jpg)
શહેરા પાસે લાભી પાટીયા નજીક પદયાત્રીઓને અકસ્માત સર્જાયો હતો અને તે અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓના મોટ નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ મહીસાગર પોલીસને થતા મહીસાગર જિલ્લા પોલીસ ટીમ દ્રારા ભાદરવી પૂનમે ચાલતા જતા યાત્રાળુઓ માટે રાત્રીના સમયમાં દૂરથી બીજા વાહનને જોઇ શકાય અને કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય તે માટે સેફ્ટી સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ સેફ્ટી સ્ટિક અંગે પોલીસ ટીમ દ્વારા જણાવ્યું હતું કે અમારો વિચાર સમગ્ર ગુજરાતમાં પ્રસરે અને તમામ સેવાદળ તેમજ વિસામાવાળા દોસ્તો રેડિયમ સેફ્ટી સ્ટીકના ફાયદા જણાવી ચાલતા જતા યાત્રાળુઓની રાત્રીના સમયે સલામતી જળવાય તે હેતુથી તેનું વિતરણ થાય તેમજ આવતા જતા ટ્રેક્ટર ગાડી ઉપર રેડિયમ લગાડી પોતાની તથા સામેવાળાની જિંદગી બચાવી શકાય છે.