ભુજના કેરા ગામના સરપંચની કરાઈ ધરપકડ

New Update
ભુજના કેરા ગામના સરપંચની કરાઈ ધરપકડ

ભુજની પટેલચોવીસીના મહત્વના ગણાતાં કેરા ગામના સરપંચ દિનેશ હરજી મહેશ્વરી સામે એસીબીએ 80 હજાર રૂપિયાની લાંચ માંગવા બદલ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

કેરા ગામમાં એક વ્યક્તિ તેનું જૂનું રહેણાંક મકાન તોડી તેના સ્થાને દુકાનો બનાવવા માંગતો હોય જરૂરી મંજૂરી મેળવવા તેને ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. જે અંગે દિનેશ મહેશ્વરીએ 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ માંગીને ગામના સરપંચે જાહેરસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારમાં પ્રવૃત્ત થયો હોવાની એસીબીને માહિતી મળી હતી. જેમાં પુરતાં પુરાવા અને ઝીણવટભરી તપાસ કરી મહેશ્વરી વિરુધ્ધ લાંચ માગવાનો ડીમાન્ડનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

એસીબીના પશ્ચિમ કચ્છ પોલીસ મથકના પીઆઈ એમ.ડી.ઝાલાએ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. તપાસ પૂર્વ કચ્છ એસીબીના પીઆઈ એ.એ.પંડ્યાને સોંપાઈ છે.ઉલ્લેખનીય છે કે , કેરામાં લાંબા સમયથી સરપંચ-ઉપસરપંચ સામે આંતરિક વિખવાદો ચાલે છે. તો, ગત 11 માર્ચે સરપંચ અને ઉપસરપંચ વચ્ચે ગ્રામ પંચાયત બહાર જ મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે એકમેક સામે આરોપ કરી પોલીસ ફરિયાદો નોંધાઇ હતી