/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/google-mountain-view.jpg)
લાખો યુઝર્સ જે ગૂગલ એન્ડ્રોયડનો ઉપયોગ કરે છે તેના પર તેની અસર પડશે
મોબાઈન લોકેશન હિસ્ટ્રી ઓફ થવાની સ્થિતિમાં ગૂગલની કેટલીક એપ્સ દ્વારા ઓટોમેટિકલી લોકેશન ડેટા સુરક્ષિત રાખી શકાય છે. તમે ઇચ્છો કે ના ઇચ્છો પરંતુ દિગ્ગજ કંપની ગૂગલ તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે. તમે કયાં જાઓ છો તેનો પણ પૂરો રેકોર્ડ કંપની રાખે છે. એક ન્યૂઝ એજન્સીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તપાસમાં ખબર પડી છે કે એન્ડ્રોયડ અને આઇફોનમાં ગૂગલની કેટલીક એવી સર્વિસીસ છે જે પર્સનલ સેટિંગ્સનો ઉપયોગ કરવા છતાંય તમારું લોકેશન રેકોર્ડ કરે છે.
તેનો સીધો મતલબ એ છે કે જો તમારું લોકેશન સેટિંગ બંધ છે તો પણ ગૂગલ તમારી પર નજર રાખે છે. એક્સપર્ટ્સ પ્રાઇવસી માટે તેને જોખમ ગણાવી રહ્યા છે. પ્રિંસટન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાંથી રિસર્ચ કરી રહેલાં શોધકર્તાઓએ આ અંગેની પુષ્ટિ કરી છે. ગૂગલનું કહેવું છે કે આનાથી કંપનીના એ રેકોર્ડ રાખવામાં સુવિધા થશે કે યુઝર અત્યારે કયાં છે. ગૂગલે પોતાના સપોર્ટ પેજ પર આ અંગે લખ્યું છે કે લોકેશન હિસ્ટ્રી ઓફ કર્યા બાદ પણ તમે કયાં જઇ રહ્યા છો તેને ગૂગલમાં સ્ટોર કરી શકાતું નથી. આ સાચું નથી.
આ નવી વ્યવસ્થા બાદ લાખો લોકોને પ્રાઇવસી પર અસર પડશે. લાખો યુઝર્સ જે ગૂગલ એન્ડ્રોયડનો ઉપયોગ કરે છે અને આઇફોનમાં ગૂગલ મેપનો ઉપયોગ કરે છે તેના પર તેની અસર પડશે. પ્રિંસટન યુનિવર્સિટીના પૂર્વ ફેડલ કમિશન ઇન્ફોર્સમેન્ટ બ્યુરોના ચીફ ટેકનોલોજીસ્ટનું કહેવું છે કે યુઝર્સ દ્વારા લોકેશન ડેટા ઓફ કર્યા બાદ પણ તેને ટ્રેક કરવું ખોટું છે. જો તમે યુઝરને લોકેશન હિસ્ટ્રી ટર્ન ઓફની સુવિધા આપો છો તો એ સંપૂર્ણપણે રેકોર્ડ બહાર જ હોવી જોઇએ.
ગૂગલનું આ અંગે કહેવું છે કે ગૂગલ પોતાના યુઝર્સને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે લોકેશનનો ઉપયોગ અલગ રીતે કરી શકે છે. તેમાં લોકેશન હિસ્ટ્રી, વેબ એન્ડ એપ એક્ટિવિટી અને બીજા ડિવાઇસ લેવલ લોકેશન સર્વિસ છે.