રાજકોટ : અમરનાથ વોટરપાર્કના કર્મચારીઓએ ગ્રાહકોને માર્યો માર, સમગ્ર મામલના વિડીયો થયા વાઈરલ

New Update
રાજકોટ : અમરનાથ વોટરપાર્કના કર્મચારીઓએ ગ્રાહકોને માર્યો માર, સમગ્ર મામલના વિડીયો થયા વાઈરલ

રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ અમરનાથ વોટરપાર્કમા બે દિવસ પુર્વે મારા મારીની ઘટના સામે આવી હતી. જે મામલાના વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યા છે.

આ મામલે કનેકટ ગુજરાતની ટીમે લિમડી ડિ.વાય.એસ.પી ડિ.વી બસીયા સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. જે ટેલિફોનીક વાતચીતમાંં ડિ.વી.બસીયાએ જણાવ્યું હતું કે, હાલ સોશીયલ મિડીયામા જે વિડીયો વાઈરલ થયો છે, તે બે દિવસ પુર્વેનો છે. આ મામલે જે લોકોને માર મારવામા આવી રહ્યો છે. તેમજ હાલમાં વોટરપાર્કના સંચાલકો સહિત બંન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થવા પામ્યુ છે. જેથી બંન્નેવ પક્ષકારો દ્વારા ફરિયાદ ન કરવા માટે પોલીસને લેખીતમાંં રજુઆત આપવામા આવી છે.