રાજકોટ : ગોંડલના તમામ ફાયર અધિકારીઓની રજા રદ્દ, 40 ફાયર જવાનોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ

0

વાવાઝોડાને લઇને રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઇ હતી. જેમાં “વાયું” વાવઝોડાને લઇને રાજકોટમાં સંભવિત અસરકારક 4 તાલુકા છે, જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે. 4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ નો પણ સમાવેશ છે. ત્યારે તાત્કાલિકમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને ફાયર અધિકારી સુરેશભાઇ મોવલિયા દ્વારા ફાયરના તમામ સ્ટાફને રજા કેન્સલ કરીને તમામ પ્રકારની સૂચના આપેલ ગોંડલના 40 ફાયર જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેમાં બચાવ કામગીરી ના સાધનો જેવા કે,લાઈફ બોયા – લાઈફ જેકેટ – રશા – ઇમરજન્સી કટર – ફાયર સેફટી માટે ફોર્મ લિકવિડ અને સ્યુટિ પાઉડર – 4 ફાયર ફાઈટર અને 3 એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ બુલેટ – રેસ્ક્યુ ટાવર લેડર સ્ટેન્ડ બાઈ રાખવામાં આવ્યું છે.

આ મામલે ગીરસોમનાથના ડેપ્યુટી કલેક્ટર એચ.આર.મોદી એ પ્રેસ કોન્ફોરન્સ કરી જણાવ્યું હતું કે વેરાવળ બંદર થી 720 કિલોમીટર જેટલે દૂર અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સર્જાયું છે. જેના લીધે ગીરસોમનાથ જિલ્લા તંત્ર એલર્ટ છે. તો સાથે જ નેશનલ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ ની 2 ટીમ ગીરસોમનાથ ને ફાળવવામાં આવી છે. ત્યારે એલર્ટને પગલે દરિયાકિનારાના 40 જેટલા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. તેમજ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આગામી 13 તારીખે વાયુ વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે ગીરસોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ ની અધ્યક્ષતામાં આજે ગીરસોમનાથ માં તમામ વિભાગ ના આધિકાઓ ની મહત્વની બેઠક પણ મળી હતી. તો મિટિંગમાં વાવાઝોડા ના પગલે રેસ્ક્યુ, બચાવકામગીરી, ફૂડપેકેટ અને વાવાઝોડા બદની તારાજી ને પહોંચી વળવા ના પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here