New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/rajt.jpg)
રાજકોટમા લાંબા સમય બાદ મેઘરાજીની પધરામણી થઈ છે. જેને લઈ રાજકોટ વાસીઓમા ખુશીની લહેર ઉઠી છે. તો સાથેજ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પણ પ્રસરી જવા પામી છે. ત્યારે રાજકોટમા આજે એક ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો.
જેને લઈ નિચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાઇ ગયા હતા. તો સાથેજ રાજકોટના લક્ષ્મિનગરના નાળામાં ઘુંટણ સુધીના પાણી ભરાઇ જવા પામ્યા હતા.ત્યારે લક્ષ્મિનગરના નાળામાં ૫૦ થી પણ વધુ વાહનો ફસાયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.