/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/099.jpg)
શેરડીના રસનું વેચાણ કરતા ચિચોડા વાળા પહોંચ્યા મનપા કચેરીએ
મનપાની આરોગ્ય ટિમ દ્વારા ગઈકાલે ચેકીંગ કરીને આપવામાં આવી હતી નોટિસ
જાહેર રસ્તાઓ પર ચીચોડા રાખવાની મનાઈ ફરવામાં આવી હતી
વેપારીઓ ચિચોડો લઈને મનપા કચેરી ખાતે પહોંચી દર્શાવ્યો વિરોધ
મનપા કચેરી બહાર ચિચોડો રાખી ભાજપ વિરોધી કર્યા સૂત્રોચાર
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકોટના 48 રાજમાર્ગો પર રસના ચિચોડા પર પાબંદી લાદવામા આવી છે. જેને લઈ રસના ચિચોડા વાળા અને કોંગ્રેસ દ્વારા મહાપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની અને ભાજપના પદાધિકારીઓ વિરુધ્ધ સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. તો સાથે જ નાયબ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે મનપાની આરોગ્ય ટિમ દ્વારા ગઈકાલે ચેકીંગ કરીને શેરડીના રસ વાળા વેપારીઓને નોટીસ આપવામા આવી હતી આ ઉપરાંત મનપા દ્રારા શહેરની ટ્રાફિક સમસ્યાને કારણે શહેરના માર્ગો પર ઉભા રહેતા ચિચોડા હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણીએ જણાવ્યુ હતુ કે રાજકોટના મુખ્ય 48 રાજમાર્ગો પર રસના ચિચોડા વાળાને મનાઈ ફરમાવવામા આવી છે. કારણકે ચિચોડા ઉભા રાખવાના કારણે લોકો રોજ પર ગમે ત્યા પોતાના વાહનો પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. જેને લઈને મનાઈ ફરમાવવામા આવી છે. જે પણ રસના ચિચોડા ધારકને પોતાનો ધંધો ચલાવવો હોઈ તે હોકર્સ ઝોન અથવા તો ખાનગી જગ્યા ભાડે રાખી પોતાનો ધંધો કરી શકે છે. પરંતુ જાહેર રાજમાર્ગો પર આ પ્રકારનો ધંધો કરવા દેવામા નહી આવે.