રાજસ્થાનમાં ગુર્જરોની માંગ પૂરી ન થતાં શરુ થયું આંદોલન:20 ટ્રેનો ડાયવર્ટ કરાઇ, ઉત્તર-પૂર્વી રેલ વ્યવહાર ઠપ

New Update
રાજસ્થાનમાં ગુર્જરોની માંગ પૂરી ન થતાં શરુ થયું આંદોલન:20 ટ્રેનો ડાયવર્ટ કરાઇ, ઉત્તર-પૂર્વી રેલ વ્યવહાર ઠપ

રાજસ્થાનમાં આરક્ષણ બાબતે રાજસ્થાન સરકાર દ્વારા ચર્ચા માટેનો કોઈ પ્રસ્તાવ ન મળતા નારાજ ગુર્જર સમાજે રેલ્વે ટ્રેક પર બેસવાનો નિર્ણય કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે જેના પગલે દિલ્હી-મુંબઈ રૂટની બે ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 20 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગુર્જરો રાજ્ય સરકાર પાસે 5 ટકા અનામત માંગી રહ્યા છે જેનું આંદોલન કર્નલ કીરોડિસિંહ બેસલાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને આ આંદોલન કોટા ની પાસે કરવામાં આવી રહ્યું છે જેને લઈને અમદાવાદ થી લઈને ઉત્તર ભારત તરફ જતી 4 ટ્રેનો ને ડાયવર્ટ કરવામાં આવી છે

મહત્વનું છે કે ગુર્જરોએ સરકારને 20 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક પહેલ ન થતાં આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. તો રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુર્જરોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પહેલાં પણ તેમની વાત સાંભળી હતી અને અત્યારે પણ સાંભળશે. સરકાર સમાધાન માટે ગંભીર છે અને રાજ્ય સરકારનાં સ્તરે પણ આ મુદ્દે ગંભીર પ્રયાસો કરવામાં આવ્યાં છે.

કિરોડીસિંહ બૈંસલાએ કહ્યું હતું કે, સરકારે જો ગુર્જર અને ચાર અન્ય જાતિઓને પાંચ ટકા આરક્ષણ નહીં આપ્યું તો 8ફેબ્રુઆરીથી રાજ્યમાં ગુર્જર આરક્ષણ આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે. અજમેરમાં મંગળવારનાં રોજ આયોજિત ગુર્જર સમાજની બેઠકમાં બૈંસલાએ માંગ નહીં સ્વીકારવામાં આવતા આંદોલન કરવાની ચેતવણી આપી હતી જેને લઈ હવે ગુર્જર સમાજ આંદોલન ના માર્ગે આવી ગયું છે

Latest Stories