રેલવે ટ્રેકની નવી ટેક્નોલોજી માટે રૂ. 10 હજાર કરોડ ખર્ચાશે

New Update
રેલવે ટ્રેકની નવી ટેક્નોલોજી  માટે રૂ. 10 હજાર કરોડ ખર્ચાશે

રેલવેમાં બનતા અકસ્માતોને અંકુશમાં લેવા માટે પાટાની ખામીને શોધવા નવી ટેક્નોલોજી અપનાવવા અને પાટાઓને બદલવા તેમજ નવા નાખવા માટે રેલવે રૂપિયા 10000 કરોડ ખર્ચવામાં આવશે.

જયારે એક લાખ કરોડ રેલવે સુરક્ષા ક્રોશ માટે ફાળવીને માનવ રહિતના ક્રોસિંગ દૂર કરાશે અને રેલવેની સુરક્ષા માટે ચેતવણી આપતી સીસ્ટમ લગાડવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે ગ્લોબલ ઈન્ડેક્ષ મુજબ દેશમાં રેલવે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે તેનો અર્થ એ નથી કે હું એનાથી ખુશ છું.અમે તો શૂન્ય ટકા અકસ્માત માટે પ્રયત્નશીલ છીએ,એમ રેલવેના અકસ્માતના દિવસે જ સુરેશ પ્રભુ કહ્યુ હતુ આજે ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પાટા પરથી ઉથલી પડી હતી, એનઆઈએ એની તપાસ કરી રહી છે તે કાનપુરના અકસ્માતોના ઉલ્લેખ કરીને તેમને કેટલાક અકસ્માતોના કારણો અંગે દિલગીરી વ્યક્ત કરી હતી, એનઆઈએ અને રાજ્યોની એજન્સીઓની મદદથી કાનપુર કેસને ઉકેલી શકીશુ , એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Read the Next Article

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત

મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.

New Update
WhatsApp Image 2025-07-28 at 2.04.55 PM

 ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ.

મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.

મૃતકોમાં લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરા ગામના રહેવાસી 22 વર્ષીય પ્રશાંત અને એક અન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બંનેને સારવાર માટે ત્રિવેદીગંજ સીએચસી લાવવામાં આવ્યા હતા. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે મંદિર પરિસરમાં ભેગા થયા હતા.

આ દરમિયાન એક વાંદરો વીજળીના વાયર પર કૂદી પડ્યો હતો, જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. વાયર પડતાની સાથે જ  વીજકરંટ શેડમાં ફેલાઈ ગયો, જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને નાસભાગ મચી ગઈ.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના બની હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. કાવડ યાત્રા પછી રસ્તો ખોલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા અને ભીડને કારણે અરાજકતા ફેલાઈ હતી. અકસ્માતમાં 15 લોકો ઘાયલ પણ થયા હતા. 

stampede | month of Shravan | Awsaneshwar Mahadev Temple | Barabanki | Uttar Pradesh | Electric Shock

Latest Stories