વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી સબમરીન કલવરી નૌસેનાને સમર્પિત કરી

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી સબમરીન કલવરી નૌસેનાને સમર્પિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાને પહેલી સ્કોર્પીયન ક્લાસની સબમરીન કલવરી સમર્પિત કરી હતી.આ સબમરીન દુનિયામાં સૌથી ઘાતક ગણાય છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ભારત પાસે 7500 કિમી લાંબો દરિયા કિનારો છે અને 1300 જેટલા નાના-મોટા ટાપુઓ છે. જે ભારતની તાકાતમાં વધારો કરી શકે એમ છે. હિન્દ મહાસાગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વસ માટે ખૂબ મહત્વનો છે.

publive-image

કહેવામાં આવે છે કે, 21મી સદી એશિયાની સદી છે. તે પણ નક્કી છે કે, તેનો રસ્તો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. એમ કહીને તેમણે સબમરીન નૌસેનાને સમર્પિત કરી હતી.

આ કાર્યક્રમમાં ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ, નેવી ચીફ એડમિરલ સુનીવ લામ્બા, વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સહિત ઘણા ઓફિસર હાજર રહ્યા હતા.