વડોદરા : નવલખી ગ્રાઉન્ડમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી 2 શખ્સો ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

0
1416

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમોએ 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે રાવપુરા પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે 14 વર્ષની સગીરા તેના યુવાન મિત્ર સાથે ફરવા માટે ગઇ હતી. તે દરમ્યાન બે અજાણ્યા શખ્સો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા યુવાનને માર માર્યો હતો. જેથી યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને સગીરા ત્યાં એકલી રહી ગઇ હતી. ત્યાર બાદ બન્ને શખ્સો સગીરાને અંધારામાં લઇ જય તેનું મોઢુ દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. બન્ને શખ્સોએ યુવતીને પણ માર મારી ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી. સાથે સાથે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી બન્ને શખ્સો ત્યાથી ફરાર થઈ ગયા હતા.  સમગ્ર બનાવ અંગે યુવતીએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસ મથકના પી.આઇ. જે.એફ.ચૌધરી તપાસ કરી રહ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here