/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Final-HAPPY-STREET-copy-e1563979856414.jpg)
જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં અંકુશ રેખા પાસે પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરના ઉલ્લંઘનમાં ૧૮ J & k રાયફલ્સના રાયફલમેન વડોદરાના યુવાન આરીફ પઠાણ ભારત-પાકિસ્તાનના સૈન્ય વચ્ચે થયેલા સામસામેના ગોળીબારમાં આરીફ પઠાણ શહિદ થતા સમગ્ર ગુજરાતના લોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જે અંતર્ગત વડોદરા શહેરના શહિદ યુવાનને શ્રધ્ધાંજલી અર્પિત કરવા ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
વડોદરાના શિનોરના સાધલી ગામમાં આવેલી મનન વિદ્યાલય ખાતે શાળામાં અભ્યાસ કરતા છાત્રો તેમજ શિક્ષકગણે શહિદ યુવાનને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે શાળાના પટાંગણમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શહિદીને વરેલા આરીફ પઠાણને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી ત્યારે ખુબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતમાં વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારના આરીફ પઠાણ શહિદ થયા હતા. આરીફ પઠાણની શહિદીના પગલે સમસ્ત વડોદરા શહેર સહિત જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ જવા પામ્યો હતો તેમજ દરેક જ્ઞાતિના લોકોએ જાતિવાદને ભૂલી જઇ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી નાપાક હરકતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.