/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/WhatsApp-Image-2016-12-27-at-6.49.53-PM.jpeg)
વડોદરા સયાજીગંજ પોલીસે રેલવે સ્ટેશન નજીકથી દેશી કટ્ટા સાથે બે યુવકોની ધરપકડ કરી હતી.
વડોદરા સયાજીગંજ પોલીસના પીઆઇ એચ બી વોરા અને પીએસઆઇ એન આર પટેલનાઓ પોતાના સ્ટાફ સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રેલવે સ્ટેશન નજીક નટરાજ સર્કલ પાસે એક યુવક દેશી કટ્ટા સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પૃથ્વી ઉર્ફે સતવીર પ્રેમબાબુ વર્માની એક દેશી કટ્ટા સાથે ધરપકડ કરી હતી.
પોલીસ પુછપરછમાં તેને આ કટ્ટો વેચવા માટે ઉભો હોવાની કબુલાત કરી હતી,જ્યારે આ દેશી કટ્ટો ખરીદવા માટે આવનાર રામ પ્રકાશ નબર દાસ પાઠકને પણ પોલીસે દબોચી લીધો હતો.
પોલીસે બંનેની ધરપકડ કરીને રૂપિયા 4000 નો કટ્ટો,એક બાઈક કિંમત રૂપિયા 20000 અને આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે.