Connect Gujarat
ગુજરાત

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશની એટીએમ ચોરીનો ભેદ ઉકેલતી વલસાડ એલસીબી

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશની એટીએમ ચોરીનો ભેદ ઉકેલતી વલસાડ એલસીબી
X

વાપી સહિત પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એટીએમ મશીન ને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાઇ છે.. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે એટીએમ ચોરી કરતી ગેંગના બે સાગરિતોને દબોચી લીધા છે. ઝડપાયેલા સાગરીતો પાસેથી વાપીના ડુંગરા અને સેલવાસમાં અગાઉ થયેલી એટીએમ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે.. મહત્વપૂર્ણ છે કે વાપી ડુંગરામાં એટીએમ મશીનમાંથી થોડા સમય અગાઉ 7.60 લાખ રૂપિયાની રોકડ રકમ ની ચોરી થઇ હતી. જોકે હજુ પણ ગેંગના બે બે સાગરીતો વોન્ટેડ છે ..આથી પોલીસની આગામી તપાસમાં અનેક ચોરીના ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ચોરી લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓના ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે તસ્કરોના તરખાટ થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પણ બાકાત નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી વાપી અને આસપાસના વિસ્તારમાં એટીએમ મશીન નિશાન બનાવતી ગેંગ સક્રિય થતા વલસાડ જિલ્લા પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી.વાપીમાં હવે ઍટીઍમ પણ સુરક્ષિત ન હોવાનું ફલિત થઈ ગયું છે. વાપી નજીકના ડુંગરા ગામના ભોપાલી નગરમાં આવેલ આસ્થા હાઈટસ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરના શોપ નં.૧૯ માં ઍચડીઍફસી બેîકનું ઍટીઍમ આવેલ છે. જે ઍટીઍમને તસ્કરોઍ નિશાનો બનાવી કોઈક ગેસ કટર કે અન્ય સાધન વડે મશીન કાપી નાંખી રોકડા ૭ લાખ ૬૦ હજાર ૯૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. આ ઘટના બીજા દિવસે સાંજે ઍટીઍમમાં પૈસા જમા કરાવવા માટે આવેલ કર્મચારીને થઈ હતી અને તે બાદ ઍટીઍમ બેîકના સર્વેયરે વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.

ગતસપ્તાહમાં એક એટીએમ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.7.60 લાખ નીમત્તા એટીએમ માંથી ચોરી કરી હતી.રાજસ્થાન થી 2 વ્યક્તિઓ ની પૂછપરછ માટે લાવવા માં આવેલ જેમને ગુના ની કબૂલાત કરી. આમ જિલ્લામાં એટીએમ મશીનની નિશાન બનાવતી ગેંગનો તરખાટ બાદ વલસાડ જિલ્લા પોલીસ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી. એ વખતે જ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. એટીએમ મશીન નિશાન બનાવતી ગેંગના બે સાગરીતો ને દબોચી લીધા છે.

આરોપીની ઓળખ કરીયે તો આ બંને આરોપી અશોક ચૌધરી અને હકીમ મુસ્લિમ બને રાજસ્થાન ના ભીનમાલ જિલ્લા ના રહેવાશી છે। .. પોલીસની આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી વાપીના ડુંગરામાં એટીએમ મશીનમાં થયેલી 7.60 લાખની ચોરી ના ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયો છે .વધુમાં પડોશી આ ગેંગે પડોશી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં પણ એક એટીએમ મશીન ને નિશાન બનાવ્યું હતું.. તેનો પણ ભેદ ઉકેલાયો છે ..આમ અત્યારે આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે..અને આગામી સમયમાં ચોરીના અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે લાખો રૂપિયા કેશ જે મશીન માં રહે છે તેવા એટીએમ મશીન નો મોટાભાગે વોચમેન વિના જ છે। .વાપીના ડુંગરા વિસ્તારમાં એચડીએફસી બેન્કના એટીએમ માં થયેલી લાખોની આ ચોરીની ઘટનામાં પણ બંને એટીએમ મશીન ઉપર સિક્યોરિટી નો અભાવ હતો। .આથી જ તસ્કરો ના એટીએમ મશીન અને નિશાન બનાવી લાખોની રકમ ચોરી કરી ફરાર થઈ જાય છે અને પોલીસ દોડતી થઈ જાય છે આથી એટીએમ મશીન ઉપર ફરજિયાત રાખવામાં આવે તે જરૂરી છે.

Next Story
Share it