વાલિયાના વટારીયા સ્થિત SRICTનો પદવીદાન સમારંભ યોજાયો

New Update
વાલિયાના વટારીયા સ્થિત SRICTનો પદવીદાન સમારંભ યોજાયો

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સમારંભ યોજાયો હતો

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વટારીયાની શ્રોફ રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT)નો પદવીદાન સમારંભ યોજાયો હતો. વિવિધ વિભાગમાં ડિગ્રી હાંસલ કરનારા ભાવિ ઇજનેરોને પદવી આપવાનો ભવ્ય સમારંભનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પદવીદાન સમારંભમાં યુપીએલ કંપનીના ચેરપર્સન સાન્દ્રા શ્રોફ, બેઇલ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ અશોક પંજવાણી, કોલેજના ટ્રસ્ટી કિશોર સુરતી, કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ લોખંડવાલા સહીત પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.