Connect Gujarat
ગુજરાત

સુરત:બાળક બદલવાનો મામલો:આક્ષેપ કરનાર માતા પિતા નવજાતને સિવિલમાં જ મૂકી ભાગી છૂટ્યા

સુરત:બાળક બદલવાનો મામલો:આક્ષેપ કરનાર માતા પિતા નવજાતને સિવિલમાં જ મૂકી ભાગી છૂટ્યા
X

બાળક બદલવાના આક્ષેપ થી પોલીસે DNA ટેસ્ટ કરાવ્યો હતો

DNA ટેસ્ટ આવે તે પહેલાં માતા પિતા નવજાત ને મૂકી ફરાર

નવજાત બાળકી NICU માં દાખલ કરવામાં આવી છે

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક બદલી જવાના વિવાદ બાદ DNA ટેસ્ટ આવે તે પહેલાં NICU માં દાખલ એક અઠવાડિયાની બાળકીને માતા પિતા છોડીને નાસી ગયા.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતા મૂળ યુપીના રહેવાસી નૈના બેન રાજેશ પટેલ ને ગત તારીખ 8 મેં ના રોજ પ્રસૂતિની પીડા ઉપડી હતી પાંડેસરામાં લવલી હોસ્પિટલમાં દાખલ નયના બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન માતાએ સિવિલ તંત્ર ઉપર બાળક બદલી દેવાનો આરોપ લગાવ્યો હતો

નયના બેન પટેલ ના પતિ રાજેશ પટેલ સિવિલ તંત્ર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મારી પત્ની અને પુત્રને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કર્યો હતો. મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો જ્યારે પત્ની બાળક ને દૂધ પીવડાવવા જતા બાળકની જગ્યાએ બાળકી જોવા મળી હતી. નયના પટેલ રાજેશ પટેલે બાળક બદલી હોવાના સિવિલ તંત્ર પર આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી બાળક માતાનો ડી.એન.એ ટેસ્ટ કરવા રિપોર્ટ મોકલી આપ્યા હતા. જ્યારે રિપોર્ટ આવે તે પહેલાં જ માતા-પિતા એક અઠવાડિયા બાળકીને છોડીને નાસી ગયા છે હાલ આ મામલે પોલીસ માતા-પિતાને શોધખોળ શરૂ કરી છે.

Next Story