Connect Gujarat
ગુજરાત

સુરત અગ્નિ કાંડને ૧ મહિના બાદ તક્ષશિલા આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવા તંત્ર દ્વારા અપાઇ પરવાનગી

સુરત અગ્નિ કાંડને ૧ મહિના બાદ તક્ષશિલા આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવા તંત્ર દ્વારા અપાઇ પરવાનગી
X

સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અંગેની કાંડને એક મહિના થવા આવ્યો છે.ત્યારે આજે તક્ષશિલા આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવા તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

છેલ્લા એક મહિનાથી તક્ષશિલા આર્કેડમાં કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.ગત ૨૪મીના રોજ સર્જાયેલા અગ્નિકાંડમાં ગ્રાઉન્ડ ફ્લોરની લઈને ચોથા માળ સુધી આગ પ્રસરી હતી. જેમાં ત્રીજો અને ચોથો માળ બળીને ખાખ થઈ ગયો હતો.જેમાં ૨૨ જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો.જ્યારે આજે આર્કેડને ખુલ્લું કરાયું હતું. તક્ષશિલા આર્કેડમાં જયાં આગ લાગી હતી તેના અંદરના સ્થળની અને આગ બાદનાએ દ્રશ્યો જોઈ એક મહિના પહેલાની યાદ અપાવી દીધી હતી અને આજે પણ કંપારી છુટી જાય તેવા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Next Story