New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-504.jpg)
સુરતના લાલ દરવાજા ખાતે જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપની દ્વારા ૭૦ કારીગરોને છુટા કરી દેવામાં આવતા કારીગરોએ રત્નકલાકાર સંઘમાં જઈ રજૂઆત કરી હતી.
સુરતના લાલ દરવાજા ખાતે જે બી એન્ડ બ્રધર્સ ડાયમંડ કંપની આવેલી છે આજરોજ કંપની દ્વારા કંપનીમાં ૧૦ થી ૧૫ વર્ષથી કામ કરી રહેલા ૭૦ કારીગરોને અચાનક છુટા કરી દેવામાં આવ્યા હતા જેથી કારીગરોના રોજીરોટીનો સવાલ ઉભો થતા તેઓ રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરવા પહોચ્યા હતા જ્યાં કારીગરોએ જણાવ્યું હતું કે તેઓને અચાનક છુટા કરી દેવામાં આવતા તેઓની રોજીરોટીનો સવાલ ઉભો થયો છે જેથી તેઓને ૬ મહિનાનું વળતર આપવામાં આવે અને જો તેઓની માંગ પૂરી નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.