/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-365.jpg)
સુરતમાં એક 6 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે પડોશમાં રહેતા એક 40 વર્ષીય નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપી બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં બાળકીના પરીવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સુરત શહેર ફરી એક વખત શર્મસાર થયું છે. કારણ કે માસૂમ બાળકી પર દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે પાંડેસરા બમરોલી રોડ પર રહેતી એક 6 વર્ષીય બાળકીને પડોશમાં રહેતા 40 વર્ષીય શિવનાથ અદીત શર્મા નામના હૈવાને બાળકીને ચૉકલેટ તેમજ બિસ્કીટ આપવાની લાલચ આપી બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બનાવની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. જેથી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ બાળકીના પરિવારજનો એ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી હાલ ફરાર થઇ ગયો છે. જ્યારે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.