/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-18.jpg)
સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પીએમ મોદીને ગાળો આપી સરકારને લુટવાની વાત કરતો વિડીયો બાબતે એસીબીએ તેઓના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરત રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા કિરીટ સિંહ રાઠોડનો બે દિવસ અગાવ પીએમ મોદીને ગાળો આપી સરકારને લુટવાની વાતો કરતો વિડિયો વાયરલ થયો હતો. તે બાબતને ધ્યાનમાં લઇ સુરત પોલીસ દ્વારા તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેમની ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહ રાઠોડની વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે સૂચન કરવામાં આવતા સૂચનાના આધારે એસીબી દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ગ્રીન એરિસ્ટો એપાર્ટમેન્ટમાંમાં રહેતા આક્ષેપિત હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહ રાઠોડના ઘરે અપ્રમાણસર મિલકત અંગે ઝડતી તપાસ ની કારવાઈ હાથ ધરવામાં આવી છે. ઝડતી તપાસની કાર્યવાહી પૂર્ણ થયેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સદર તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ગુણો બનતો હોવાનું જણાવે તો કિરીટ સિંહ રાઠોડ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે