Connect Gujarat
ગુજરાત

Father's Day | એક એવા પિતા જેમને સંતાન પાસે કોઈ આશા નથી

Fathers Day | એક એવા પિતા જેમને સંતાન પાસે કોઈ આશા નથી
X

પિતા ગમે તેટલો ગરીબ હોય પરંતુ એની સંતાન માટે એ વિશ્વનો સૌથી અમીર પિતા હોય છે,એવીજ રીતે સંતાન ગમે તેવું હોય એના પિતા માટે એ વિશ્વ ની સૌથી સારી અને સુંદર સંતાન હોય છે, સંતાન કઈક માંગણી કરે અને જેના ગજવામાં હાથ નાખીદે એનું નામ પિતા,ભલે પૂત કપૂત બની ને એમને વૃદ્ધાશ્રમ માં મૂકી આવતા હોય પણ પિતા ક્યારેય એની સંતાન ને તરછોડતો નથી,સંતાન ના હાથ તૂટે નો પિતા એનો હાથ બને છે,એના પગ તૂટે તો પગ બને છે,અને એનું આખું શરીર બની એની માવજત કરે છે

આ વાત છે ભરૂચ ખાતે રહેતા દિલીપભાઈ ઘીવાળા ની આજથી 20 વર્ષ પહેલાં એમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ રાખ્યું ગણેશ,પેહલા તો પુત્ર જન્મ નો જશ્ન માનવાયો પરંતુ 2 કે 3 મહિનામાં ગણેશ દ્વારા કોઈ ખાસ હલન ચલન ના કરાતા, એ ગણેશ ને ડોક્ટરો પાસે લઈ ગયા, પરતું પોલિયો ની સાથે માનસિક અને શારીરિક વિકલાંગ હોવાની વાત જાણતા દિલીપ ભાઈ અને એમની પત્ની પર આભ ફાટી ગયું,ગણેશ સારી થાય એના માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ કુદરત ને કઈક બીજૂજ મંજુર હતું

આજે દિલીપ ભાઈ ની ઉંમર 60 વર્ષ ની આસપાસ છે અને તેઓ BSNL માં કામ કરે છે,જ્યારે એમના પત્ની પણ સરકારી નોકરી કરે છે,એક નો એક પુત્ર ગણેશ ને આવા વ્યસ્ત ટાઈમ ટેબલ માં પણ તેઓ બાથરૂમ લઇ જવાથી લઈ ને જમાડવા સુધીના બધાજ નિત્ય ક્રમ દિલીપ ભાઈ કરે છે, અને એટલુંજ નહીં સાંજ પડ્યે દિલીપ ભાઈ ગણેશ ને વ્હીલ ચેર પર બેસાડી શહેર નું ભ્રમણ પણ કરાવે છે

Next Story