Connect Gujarat
ગુજરાત

ભરૂચના ખેડૂત આગેવાન અને લોકપ્રિય કોંગ્રેસના નેતા જયેશ પટેલ(કાકા)નું નિધન

ભરૂચના ખેડૂત આગેવાન અને લોકપ્રિય કોંગ્રેસના નેતા જયેશ પટેલ(કાકા)નું નિધન
X

ભરૂચમાં કાકાના હુલામણા નામે ખ્યાતી મેળવનાર અને કોંગેસના અગ્રણી સૈનિક જયેશ અંબાલાલ પટેલ(કાકા)નું ૬૨ વર્ષની વયે આજરોજ મુંબઇ ખાતે ટૂંકી માંદગી બાદ રાતે ૯.૩૦ કલાકે નિધન થયું છે.તેમના અચાનક અવસાનથી ભરૂચે એકા સારા આગેવાન ગુમાવ્યા છે.તેમની વિદાયથી ભરૂચ કોંગ્રેસમાં શોકનું વાતાવરણ છવાયું છે.

ભરૂચના લોકપ્રિય નેતા અને ખેડૂત આગેવાન જયેશ પટેલનું દુઃખદ નિધન થયું છે,જયેશ પટેલ બે વાર કોંગ્રેસ તરફથી ભરૂચ વિધાનસભા લડી ચુક્યા છે અને એક વિધાનસભાની ચૂંટણી માં પણ તેમને ઝંપલાવ્યું હતું. જયેશ પટેલ તેમના કાર્યકાળ દરમિયાન તેઓ બે વાર જિલ્લા પંચાયત બેઠક ઉપરાપણ ચૂંટાયા અને શિક્ષણ સમિતિનાચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં કાકાના હુલામણા નામે ઓળખાતા જયેશભાઇ પટેલે ઝાડેશ્વર ગામના સરપંચ તરીકે પણ ૮થી ૯ વર્ષ પોતાની સેવા આપી હતી.

તેઓ કોલેજ કાળથીજ રાજનીતિમાં સક્રિય હતા. કોલેજ કાળ દરમિયાન જયેશ પટેલ ઝોન જી.એસ.,કોલેજના જી.એસ. તરીકે રહેવા સાથે સેનેટ સભ્ય પણ રહ્યા હતા. જયેશ અંબાલાલ પટેલ એક સારા ખેડૂત આગેવાન પણ હતા. તેમના દ્વારા ખેડૂતો માટે ઘણા આંદોલન કરવામાં આવ્યા હતા. જયેશ પટેલ ડાયાબિટીસ,કિડની અને હૃદયની તકલીફ હોવાના કારણે તેમની તબિયત લથડી હતી અને તેમને વધુ સારવાર માટે મુંબઇ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે એમનું નિધન થયું છે એમના નિધનથી ભરૂચમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

Next Story