/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/17174506/maxresdefault-107-137.jpg)
રાજ્ય વિધાનસભા પેટા ચૂંટણીમાં માહોલ ગરમાઈ રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહયા છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ 5 ઉમેદવારોને ટિકિટ મળતા કોંગ્રેસે આને પ્રચારનો મુદ્દો બનાવી દીધો છે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હવે શોશ્યલ મીડિયામાં પણ મોરચો ખોલ્યો છે અને એક પછી એક ટવીટ કરી રહયા છે.
રાજયની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે પ્રચાર કાર્ય પણ શરુ થયું છે ભાજપે આયાતી ઉમેદવાર જે.વી. કાકડિયા પ્રદ્યુમનસિંહ જાડેજા અને અક્ષય પટેલને ટિકિટ આપતા કોંગ્રેસે આ મુદ્દા ને ઉઠાવી રહી છે. જમીની પ્રચારમાં જ નહિ પણ હવે શોશ્યલ મીડિયામાં પણ કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો છે ચર્ચા એવી છે કે આ ધારાસભ્યોનો સોદો કરોડોમાં થયો છે આ બાબતને હવે વિપક્ષના નેતા ટવીટર મારફત જનતા સામે મૂકી રહયા છે.
કોંગ્રેસના યુવા ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ એક પછી એક ટ્વીટ કરી આ ઉમેદવારો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે પરેશ ધાનાણી એ ટ્વીટ માં લખ્યું કે રાજ્યની જનતા પૂછે છે અમે તમને નેતા બનવાયા તમે ભવાઈ કેમ ભજવી તો બીજા ટ્વીટ માં લખ્યું કે તમે મતનું વેચાણ કેમ કર્યું વિપક્ષ નેતાના એક બાદ એક ટ્વીટ થી ભાજપ પણ મુશ્કેલીમાં મુકાયું છે. રાજ્યની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બને માટે એસિડ ટેસ્ટ સમાન છે ભાજપ સૌનો સાથ અને સૌનો વિકાસ ના સૂત્ર સાથે મેદાનમાં છે કોંગ્રેસ સરકારની નિષ્ફ્ળતા અને આયાતી ઉમેદવાર નો મુદ્દો બનાવી રહી છે.