અમદાવાદ : “સંપૂર્ણ ફી માફી”ની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ

0

રાજ્યભરમાં શિક્ષણ ફી માફીનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. પરંતુ “સંપૂર્ણ ફી માફી” સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પ્રતિક ઉપવાસ માટે આવેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીતના કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

શૈક્ષણિક સત્રની “સંપૂર્ણ ફી માફી” તથા શિક્ષકોને પગાર સહાય માંગણી સાથે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગી કાર્યકરોએ હાથમાં બેનર લઈ વિરોધ નોંધાવવા પહોચ્યા હતા. સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસે કાર્યકર્તાઓને પ્રતીક ઉપવાસ ન કરવા જણાવ્યું હતૌ. પરંતુ કોંગી કાર્યકરોએ પોલીસની વાત માનવાની સાફ મનાઈ કરી હતી, ત્યારે પ્રતિક ઉપવાસ શરૂ કરે તે પહેલા જ પોલીસે ટીંગાટોળી કરી કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે અટકાયત દરમ્યાન લગભગ 25 મિનિટ સુધી પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો બીજી તરફ અમરેલીના ગાંધીબાગ નજીક વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ પ્રતિક ઉપવાસ શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. પરેશ ધાનાણીએ સરકાર તાનાશાહી ચલાવી રહી છે, તેવો આરોપ લગાવ્યો હતો. આમ રાજ્યભરમાં અનેક સ્થળોએ વિરોધ દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here