Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MOU કરાયા,વાંચો રાજયમાં કેટલા રૂપિયાનું થશે રોકાણ

અમદાવાદ: ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MOU કરાયા,વાંચો  રાજયમાં કેટલા રૂપિયાનું થશે રોકાણ
X

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા જે મુજબ 24 હજાર કરોડનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની મુલાકાતે છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂપિયા 24 હજાર કરોડના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા વડોદરા આઈઓસી રિફાયનરીનાં એક્સપાન્સન અંગે કરાર કરવામાં આવ્યો છે. આઈઓસીએલનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ કરારને કારણે ગુજરાતમાં રોજગારી વધશે, ગુજરાતને સસ્તા ભાવે કાચો માલ મળશે. વડોદરા આઈઓસી રિફાયનરીનાં એક્સપાન્સન પ્લાન્ટમાં એક ઓક્સિજન પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવશે .જેનાથી ગુજરાતમાં એડિશનલ ઓક્સિજનની પણ કેપેસિટી વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આદેશ પ્રમાણે આઈઓસીમાં જે શ્રમજીવીઓ છે તેમના માટે પણ પ્રધાનમંત્રી નિવાસ બનાવવામાં આવશે. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબ સ્કિમ બનાવવામાં આવશે.

Next Story