અમદાવાદમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે કરી લાલ આંખ

New Update
અમદાવાદમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે કરી લાલ આંખ
  • ટ્રાફિકના નિયમોના ભંગ બદલ લાઇસન્સ તાત્કાલિક રદ કરવાના નિર્ણય સામે કેટલાક સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

  • અમદાવાદમાં રોંગ સાઈડે આવ્યા તો લાઈસન્સ તરત જ સસ્પેન્ડ.

અમદાવાદમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા સામે સરકારે લાલ આંખ કરી આરટીઓ અધિકારીઓને લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા આપી છે. હવે વાહન રોંગ સાઇડ લઇને આવનારા, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનારા, કારમાં સીટ બેલ્ટ પહેર્યો ના હોય, વાહન ભયજનક હંકારતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ વાહનચાલકને આરટીઓ લઈ જશે. બંને પક્ષની દલીલ સાંભળી સ્થળ પર જ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે.

અત્યાર સુધી પાંચથી વધુ મેમો હોય તો વાહનના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને જાણ કરાતી હતી. 40 હજારથી વધુ અરજીઓ આરટીઓમાં પેન્ડિંગ છે. સમયના અભાવે લાઇસન્સ સસ્પેન્ડની પ્રક્રિયા ઝડપી થઇ શકતી નથી. સરકારે સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડની સત્તા સોંપતા હવે સ્થિતિ વધુ કથળશે, તેવું પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સુનાવણીની કાર્યવાહી કરવા આરટીઓમાં સાત અધિકારીને જવાબદારી સોંપાઇ છે.

  • ત્રણ મહિના લાઇસન્સ સસ્પેન્ડ થશે.

ટ્રાફિકના નિયમના ભંગના કોઈપણ ગુનામાં ઓછામાં ઓછું ત્રણ મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ થશે. આરટીઓએ નક્કી કરેલા અધિકારી નિર્ણય લેશે. એસ.પી. મુનિયા, સુભાષબ્રિજ આરટીઓ

  • અકસ્માતમાં પણ લાઇસન્સ લઇ લેવાશે.

વાહન અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકોના લાઇસન્સ ટ્રાફિક પોલીસ જમા લઇ લેશે. જમા લીધેલું લાઇસન્સ આરટીઓને સોંપી દેવાશે. અકસ્માતમાં સામાન્ય ઇજા હશે તો આરટીઓમાં ત્વરિત સુનાવણી કરાશે અને ગંભીર ઇજા હશે અથવા મૃત્યુ થયું હશે, તેવા કિસ્સામાં બંને પક્ષને સાંભળ્યા પછી જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાશે. આરટીઓ એસ.પી.મુનિયાએ કહ્યું હતં કે અકસ્માતની ગંભીરતા સમજી લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે સુનાવણી હાથ ધરાશે.

Latest Stories