Connect Gujarat
અમદાવાદ 

નવી સરકારની રચના બાદ આજે પ્રથમ આ વિકાસકાર્યનુંકરાયું લોકાર્પણ,CM ભુપેન્દ્રપટેલ રહ્યા ઉપસ્થિત

રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું.આ અંડર પાસ રાજકોટ હાઇવે અને ગાંધીનગર હાઇવેને જોડે છે

X

રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું.આ અંડર પાસ રાજકોટ હાઇવે અને ગાંધીનગર હાઇવેને જોડે છે

રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ ફરીવાર વિકાસના કાર્યો તેજ ગતિએ શરૂ થયા છે ત્યારે આજે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ એસપી રિંગ રોડ પર નવા બનેલા અંડરપાસના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું હતું.વૈષ્ણોદેવી સર્કલ પાસે બનેલા આ અંડરપાસને કારણે અમદાવાદથી ગાંધીનગર તેમજ રીંગ રોડ પર જતા આવતા લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. એસ.જી. હાઈવેથી ગાંધીનગર જતાં મોટા જંકશન પર ફ્લાયઓવર બ્રીજને કારણે ટ્રાફિકનું ભારણ આમ પણ ઓછું થઈ ગયું છે.અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા આમ પણ વધારે ઘેરી બનતી જાય છે ત્યારે આ અંડર પાસ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવશે

આ અંડર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે.આ અંડરબ્રિજના લીધે સરળ અને ટ્રાફિક ફ્રી એસ.જી.હાઇવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે. AUDA દ્વારા 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ અંડર પાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.આ બ્રિજનું નિર્માણ આધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્રથી આવતા લોકોને ખાસ ફાયદો થશે અને હવે ટ્રાફિકમાંથી મુક્તિ લઈ સીધા ગાંધીનગર જવા રવાના થશે

Next Story