Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 116 ASI હવે PSI તરીકે બજાવશે ફરજ; પોલીસ કમિશનર દ્વારા અપાયું પ્રમોશન

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી.આજે 116 ASIને PSIની પ્રમોશન આપવામાં આવ્યું

અમદાવાદ: 116 ASI હવે PSI તરીકે બજાવશે ફરજ; પોલીસ કમિશનર દ્વારા અપાયું પ્રમોશન
X

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે આજે 116 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પ્રમોશન અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યું છે. હવે આ તમામ 116 લોકો હવે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે.

અમદાવાદ શહેરમાં આજે 116 ASI ને PSI નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પ્રમોશન અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં હવે આ તમામ 116 લોકો હવે અમદાવાદ શહેરમાં ફરજ બજાવશે અને ત્યાર બાદ ગૃહ વિભાગ નક્કી કરશે ત્યારે તેમની બદલી કરવામાં આવશે. થોડા દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ માંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે તે ASI તેમની ફરજના સ્થળે જ તેમની નોકરી ચાલુ રાખવામાં આવી ત્યારે આજે જે 116 લોકોને પ્રમોશન આપ્યા તેમને પણ તે જ જગ્યાએ નોકરી ચાલુ રાખવામાં આવશે કે પછી તેમની બદલી કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે નવા 116 PSI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે.

Next Story