અમદાવાદ: બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીની ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બ્રાન્ડેડ નકલી ઘી બનાવતી કંપની ઝડપી પાડી છે શહેરની બહાર કણભા ખાતે આ ફેક્ટરી ધમધમતી હતી પોલીસે અહીંથી મોટી સંખ્યામાં નકલી ઘી પકડી પાડી ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે

New Update

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે બ્રાન્ડેડ નકલી ઘી બનાવતી કંપની ઝડપી પાડી છે. શહેરની બહાર કણભા ખાતે આ ફેક્ટરી ધમધમતી હતી પોલીસે અહીંથી મોટી સંખ્યામાં નકલી ઘી પકડી પાડી ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે.

અમુલ સહિત મોટી બ્રાન્ડ નકલી ઘી અહીં બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે શહેરની બહાર મોટી બ્રાન્ડેડ કંપનીના નકલી ઘી બનાવવામાં આવે છે આ બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી 3 લોકોની ધરપકડ કરી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો પોલીસે ગોડાઉનમાંથી 900 લીટર નકલી ઘી પણ કબજે કર્યું હતું અને તેના નમૂના પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે તેમના વિસ્તારમાં આવેલ બાકરોલ બુજરંગ ગામની સીમમાં આવેલ ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ હબ રોડ નંબર-1 માં આવેલ શેડ નંબર એ-158 વાળા ગોડાઉનમાં દરોડા પાડ્યો હતો ત્યારે પણ અહીં નકલી ઘી બનાવવાનું કામ ચાલુ હતું આ જગ્યા પર નેમા માળી નામનો વ્યક્તિ જગ્યા ભાડે રાખી જુદી જુદી વસ્તુઓની ભેળ સેળ કરીને ડુપ્લીકેટ ઘીના અન્ય વનસ્પતિ ઘી બનાવી વેચાણ કરતા હતા. મહત્વનું છે કે આરોપીઓ બ્રાન્ડેડ ઘીના નામે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે તો સાથે કિરણસિંહ સીસોદીયા અને વિક્રમ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હવે પોલીસએ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી આ પ્રકારે ડુપ્લીકેટ ઘી બનાવીને વેચી રહ્યા હતા અને ક્યાં ક્યાં વેચી રહ્યા હતા.