Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એસ.જી. હાઈવે પર બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સાવધાન,વાંચો પોલીસ શું કરી શકે છે કાર્યવાહી

રાજ્યમાં પ્રતિ દિવસ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને ઓવર સ્પીડ અને બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો પણ જવાબદાર હોઈ છે

અમદાવાદ એસ.જી. હાઈવે પર બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સાવધાન,વાંચો પોલીસ શું કરી શકે છે કાર્યવાહી
X

રાજ્યમાં પ્રતિ દિવસ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને ઓવર સ્પીડ અને બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો પણ જવાબદાર હોઈ છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી આજથી એટલે કે શનિવારથી અમદાવાદના એસ.જી. હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે પર ગતિ મર્યાદા નો અમલ થશે. જે પ્રમાણે 70 કિલોમીટર પ્રતિ કલાક થી વધારે ઝડપે વાહન હંકારતા ચાલકોને પકડીને દંડ આપવામાં આવશે.સરખેજ ગાંધીનગર હાઇવે પર આ માટે અલગ અલગ દંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની સજાની જોગવાઈ છે.

ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે વાહન ગતિ મર્યાદા નો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેના પરથી વાહન ની સ્પીડ જાણી શકાશે, અને જો વાહન નિશ્ચિત સ્પીડથી વધારે ઝડપે હંકારવામાં આવ્યું હશે તો દંડ ફટકારવામાં આવશે.જો કોઈ વાહન ચાલક પ્રથમ વખત ગતિ મર્યાદા ભંગ કરશે તો તેની પાસથી બે હજાર રૂપિયા દંડ વસુલ કરશે. બીજી વખત પકડાશે તો ચાર હજાર રૂપિયા દંડ વસુલ કરશે. ત્યારબાદ પણ જો પકડાશે તો છ મહિના માટે લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ આ અમલવારી પ્રાયોગિક ધોરણે ફક્ત એસ.જી હાઈવે પર કરવામાં આવશે.ટ્રાફિક પોલીસનું માનવું છે કે વાહનની ગતિ મર્યાદા માં રહેશે તો અકસ્માત માં પણ ઘટાડો થશે આમ પહેલા ડોક્યુમેન્ટ્સ ડ્રાઈવ ત્યારબાદ ડાર્ક ફિલ્મ ની ડ્રાઈવ અને હવે શહેર પોલીસ દ્વારા આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે

Next Story