Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ માટે 'ચેતવણી'; લાંબા સમય બાદ કોરોના કેસના આંકડા ડબલ ડિજીટમાં પોહ્ચ્યો

અમદાવાદ માટે ચેતવણી; લાંબા સમય બાદ કોરોના કેસના આંકડા ડબલ ડિજીટમાં પોહ્ચ્યો
X

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે, કોરોના સંક્રમણ ઓછું થયું હતું પરંતુ રાજ્યમાં કોરોનાનો ફરી બિલ્લીપગે પેસારો થઇ રહ્યો હોય તેમ કેસની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોના સંક્રમણ કેસ 'ડબલ ડીજીટ'માં પહોચી ગયા છે, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં શાળા-કોલેજો શરુ કરી દેવામાં આવ્યા છે. ધોરણ 1 થી 5ના વર્ગો હજુ શરૂ નથી કરવામાં આવ્યા. રાજ્ય સરકારે ત્રીજી લહેર પૂર્વે જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે. આમ છતાં, કોરોના સંક્રમણ દબાતે પગલે વધતું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના 25 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ 154 પહોચી છે. તો 7 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. કોરોનાને મહાત આપી 20 જેટલા દર્દીઓ સજા થઇ પરત ઘરે ફર્યા છે.

ગુજરાતમાં 25 કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 8, વડોદરામાં 3, ગીર-સોમનાથમાં 1 અને જામનગર-કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.

Next Story