Connect Gujarat
અમદાવાદ 

લ્યો બોલો, અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં 23 હજારથી વધુ ખાડા હોવાનું જાતે કબૂલ્યું, પણ ખાડા પુરશે કોણ એના પર પ્રશ્નાર્થ

શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા ને નુકસાન થયું છે અમદાવાદના રોડ પરથી પસાર થાઓ તો તમને રોલર કોસ્ટર રાઈડ માં બેસ્યા હોય તેવો અનુભવ થાય છે.

લ્યો બોલો, અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં 23 હજારથી વધુ ખાડા હોવાનું જાતે કબૂલ્યું, પણ ખાડા પુરશે કોણ એના પર પ્રશ્નાર્થ
X

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા ને નુકસાન થયું છે અમદાવાદના રોડ પરથી પસાર થાઓ તો તમને રોલર કોસ્ટર રાઈડ માં બેસ્યા હોય તેવો અનુભવ થાય છે. અમદાવાદના રસ્તાઓ પર ઠેરઠેર એટલા ખાડા પડી ગયા છે કે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડો છે તે સમજાતુ નથી. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાડા પર થીગડા મારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ચોમાસામાં પડેલા 23944 ખાડા પર 19 ઓગસ્ટથી અત્યાર સુધી સમારકામ કરવામાં આવ્યું છે આમ ખુદ એએમસી એ સ્વીકાર્યું છે કે સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તાઓ ખરાબ છે

લ્યો બોલો, અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં 23 હજારથી વધુ ખાડા હોવાનું જાતે કબૂલ્યું, પણ ખાડા પુરશે કોણ એના પર પ્રશ્નાર્થએએમસી એ દાવો કર્યો છે કે આગામી 15 સપ્ટેમ્બર સુધી શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવશે. જોકે, આ કામગીરી થી અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે. કોર્પોરેશન એવા તો કેવા રોડ બનાવે છે કે તેમને ખાડા પૂરવા માટે થીંગડા અભિયાન શરૂ કરવુ પડે છે. આ કામગીરી કોર્પોરેશનની છબી માટે કાળી ટિલ્લી સમાન કહેવાય અમદાવાદમાં આ વરસાદમાં પડેલા 15 હજાર કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા છે. હવે ફરી ખાડા પડ્યા છે, ત્યારે તંત્ર ફરી થીંગડા મારવાની કામગીરીમાં જોતરાયું છે. કોર્પોરેશન દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં ખાડા પુરવાની વાત કરાઈ છે, જોકે તેનું અમલીકરણ થાય છે કે કેમ તે જોવું રહ્યું

Next Story