અમદાવાદ: કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

પકોડા તળી, ભીખ માંગી, સરકારનો વિરોધ કર્યો કોંગ્રેસ દ્વારા આજના દિવસને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો

New Update

એકબાજુ સમગ્ર દેશમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સુભાષચંદ્ર બોઝના ગેટ પાસે પકોડા તળી, ભીખ માંગી, શાકભાજી વહેંચી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ દ્વારા આજનો દિવસ રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisment

આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સુભાષચંદ્રના બોઝના ગેટ પાસે પકોડા તળી, શાકભાજી વહેંચી અને ભીખ માંગી બેરોજગારીના પ્રશ્નો લઇ સરકાર પર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બે કરોડ રોજગાર આપવાની વાત કરતી ભાજપા સરકારના અણધડ નીતિઓના કારણે આજનો યુવાન બેરોજગાર બેઠો છે અને ભાજપા સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નિવળી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા 20થી વધુ યુવા કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisment