Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે, કાંકરિયાના તમામ ગેટ પર વેક્સિન સર્ટિ ચેકિંગ બાદ જ મળશે લોકોને પ્રવેશ.

X

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે હવે કાંકરિયા લેક ખાતે હરવા ફરવા આવતા લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. જે લોકોએ વેક્સિનેશન કરાવ્યુ નહીં હોય તેમને પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનાર લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જે લોકો વેક્સિન સર્ટી બતાવે તે લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલ વેકેશનના સમય દરમ્યાન કાંકરિયા પરિસરમાં હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોના વેક્સિન સર્ટી જોઈને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કાંકરિયામાં છેલ્લા 2 દિવસમાં વેક્સિન સર્ટિફિકેટ વિના પ્રવેશ કરતાં 1557 લોકોને પાછા ધકેલવામાં આવ્યા છે. વહેલી સવારે મોર્નિંગ વોકમાં આવતા લોકો પાસે પણ 2 ડોઝ લીધાનું સર્ટી ન હોય તો તેઓને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. કાંકરિયા પરિસરમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટર ફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેઝર શો, નોક્ટર્નલ ઝૂ, હોરર હાઉસ, પાણીનો બબલ, બોટિંગ, બાળકોની રાઇડ્સ, કિડ્સ સિટી વગેરે નજરાણા શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, ત્યારે ખાસ કરીને બહારના જિલ્લા, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ મુલાકાતે અહી આવતા હોય છે. આ સ્થિતિમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું ફરજિયાત બનાવાયું છે. આજ કારણોસર બુધવારે 753 અને ગુરૂવારે 804 લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો ન હતો. તમામ ગેટ પર ટિકિટ લેતી વખતે 2 ડોઝ લીધા સર્ટી ફરજિયાત માંગવામાં આવે છે. રસીના બન્ને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ અપાય છે.https://youtu.be/QbNJSCZjzNchttps://youtu.be/QbNJSCZjzNc

Next Story