Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જેલમાં બેઠા બેઠા રૂ. 5 લાખની ખંડણી માટે કર્યો ફોન, કુખ્યાત અઝહર કીટલી ગેંગ સામે તપાસ શરૂ...

જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત અઝહર કિટલી ગેંગ પાસેથી તાજેતરમાં મોબાઈલ ફોન મળ્યો હતો. જે બાબતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો,

અમદાવાદ : જેલમાં બેઠા બેઠા રૂ. 5 લાખની ખંડણી માટે કર્યો ફોન, કુખ્યાત અઝહર કીટલી ગેંગ સામે તપાસ શરૂ...
X

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત અઝહર કિટલી ગેંગ પાસેથી તાજેતરમાં મોબાઈલ ફોન મળ્યો હતો. જે બાબતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, ત્યારે હવે અઝહર કિટલી સહીત 6 લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

અઝહર કિટલીએ જેલમાં બેઠા બેઠા તેના ભાઈના મિત્ર એવા વેપારીને ફોન કરી 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ધમકીભર્યા અનેક ફોન કર્યો હતા. જે બાબતે વેજલપુરમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરામાં રહેતા જાકીર હુસેન શેખ શેખ સ્વીટી નામની મીઠાઇની દુકાન ધરાવી વ્યાપાર કરે છે. તેઓનો મિત્ર સરફરાજ ઉર્ફે કિટલીના લીધે તેના નાના ભાઈ અઝહર ઉર્ફે કિટલી ઓળખતો હતો, અને ફોનમાં વારંવાર વાતચીત થતા બન્ને સારા મિત્રો થયા હતા. તા. 30 જુલાઈના રોજ સાંજે 6:30 વાગે ઝાકીરના ફોન ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ પોતે અઝહર કિટલી બોલે છે, તેમ કહી અમારે જામીન કરાવવા માટે 5 લાખની જરૂર છે,

જે મારા ઘરે મોકલી દેજે તેમ કહેતા, ઝાકીરે આટલા બધા રૂપિયા મારી પાસે નથી. હું તમને આપી શકું તેમ નથી, તેમ કહેતા અઝહર કિટલીએ ફોન મૂકી દીધો હતો. બાદમાં તા. 3 ઓગસ્ટના રોજ 8 વખત ફોન કરવામાં આવ્યો હતો. બાદમાં અઝહર કિટલીએ ફોન કર્યો હતો. ઝાકીરે ફોનના ઉપાડતો તેને ધમકી આપતો હતો. બાદમાં તે જ દિવસે સાંજે ઝાકીર હુસેન પોતાની દુકાને હાજર હતો ત્યારે એક અજાણ્યો છોકરો તેની દુકાને આવ્યો હતો અને ફોન આપી અઝહર કિટલી સાથે વાત કરાવતા અઝહર કિટલીએ મારો ફોન કેમ ઉપાડતા નથી તેમ કહી પૈસા બાબત ધમકી આપતા ઝાકીર હુસેન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story