અમદાવાદ : વયસ્કો તથા ફ્રન્ટલાઇન વર્કર્સને "Booster" ડોઝ આપવાનો પ્રારંભ

કોરોનાના વધતાં કેસોએ સૌની ચિંતા વધારી છે તેવામાં વયસ્કો તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને વેકસીનનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

New Update

કોરોનાના વધતાં કેસોએ સૌની ચિંતા વધારી છે તેવામાં વયસ્કો તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને વેકસીનનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલે સોલા ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણની કામગીરી નિહાળી હતી.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસ વધતા 15 થી 18 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવામાં આવી હતી.હવે ઉંમરલાયક લોકો કોરોનાથી સંક્રમિત ના થાય તે માટે આજથી 2 ડોઝ લીધા હોય તેમને ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાય. રસીકરણના આ તબકકામાં હેલ્થ વર્કર,તબીબો અને સિનિયર સિટીઝનને આવરી લેવાશે. અમદાવાદના સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રી ઋુષિકેશ પટેલ હાજર રહયાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે ત્યારે રાહતની વાત એ છે કે વેન્ટિલેટર પર રહેલાં દર્દીઓની સંખ્યા ઓછી છે. પહેલી અને બીજી લહેરમાં જે ભયાનક સ્થિતિ હતી તેની સરખામણીએ હાલની સ્થિતિ હળવી લાગી રહી છે. રાજયમાં 90 ટકા લોકોને વેકસીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. 15 થી 18 વર્ષના તરૂણોની વાત કરવામાં આવે તો 35 લાખમાંથી 20 લાખ તરૂણો વેકસીનનો પ્રથમ ડોઝ લઇ ચુકયાં છે.

Advertisment