Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગાહેડ-ક્રેડાઇ આયોજિત 17માં પ્રોપર્ટી-શૉ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો...

અમદાવાદ ખાતે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

અમદાવાદ ખાતે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટી શૉમાં એક જ સ્થળે ૨૫૦થી વધુ પ્રોજેકટ્સ રજૂ કરવામાં આવ્યા છે.

ક્રેડાઈ-ગાહેડ અમદાવાદ દ્વારા તારીખ ૬, ૭ અને ૮ જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ ખાતે ૧૭માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી શોમાં એક જ જગ્યાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૫૦ કરતા વધુ પ્રોજેકટ્સની માહિતી શહેરીજનોને મળી રહેશે. આ સંસ્થાકીય આયોજનમાં ડેવલપર્સ, નાણાકીય સંસ્થાઓ તથા એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૬૫ સ્ટોલ્સ છે. નવું ઘર વસાવવા માટે શહેરીજનોને એક જ છત્ર નીચે બધા જ પ્રકારના સેગ્મેન્ટ પ્રોજેક્ટસની વિસ્તૃત માહિતી મળી રહે અને પ્રોપર્ટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉ નો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં ડેવલોપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારોને રાજ્ય સરકારે બનાવેલા બી.યુ પરમિશન સહિતના નીતિ નિયમોનો વ્યાપક લાભ લેવા આહવાન કર્યું હતું. રાજ્ય સરકાર બધા જ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે નિયમબદ્ધ રીતે આગળ વધી રહી છે, ત્યારે ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારો ડેવલપમેન્ટ પ્લાન, બાંધકામ વગેરેમાં સામાન્ય માનવીના હિતને ધ્યાને રાખીને પોતાનું દાયિત્વ નિભાવે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

Next Story